ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગ જાણી ને હેરાન થઈ જસો..

  • શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઇ જશે.

  • ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.
  • ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

  • જો તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે.
  • જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેની ગોળીઓ બનાવીને પણ ખાઇ શકો છો

  • મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ ફાયદાકારક રહેશે.

નોંધ:અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.




0 Comments