👉જો પગની એડિયો ફાટી ગઈ હોય તો લીમડાના તેલમાં હિંગ નાખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો એડી ઠીક થઈ જશે.
👉શેકેલી હીંગમાં અડધો ગ્રામ અજમો અને મરી મિક્સ કરીને ગરમ પાણી સાથે લેવાથી પેટમાં ગેસ બનવી કે ઉપર ચઢવી ઠીક થઈ જાય છે.

👉કફ નાકમાં જમા થઈ જાય છે તો હીંગના લેપને નાકમાં સૂંઘો. નાકમાં જમા થયેલો કફ નીકળી જશે અને તેની દુર્ગંધ પણ દૂર થઈ જશે.
👉જો ઉલટી જેવુ થાય તો 5 ગ્રામ સેકેલી હિંગ, ચાર ચમચી અજમો, દસ મોટી કિસમિસ અને થોડુ સંચળ લઈને વાટી લો. પા ચમચી દિવસમાં ત્રણવાર લેવાથી ઉલટી કે ઉબકા બંધ થાય છે.
👉આયુર્વેદમાં હિંગને શ્વાસ નળીમાં સંક્રમણ, શરદીથી લઈને પાચન, ત્વચા અને પીરિયડ્સની સમસ્યા માટે કારગર ઉપાય માનવામાં આવે છે.
👉તેનો એંટીઈંફ્લામેટ્રી અને એંટી બેક્ટીરિયલ ગુણ દમ અન બ્રોકાઈટિસના દર્દીઓ માટે લાભદાયી છે.
👉પેટમાં ગેસની સમસ્યા છે તો હિંગને પાણીમાં પલાળીને નાભિની આસપાસ તેનો લેપ લગાવી લો. પેટની ગેસ નીકળી જશે. આ ઉપાય ખાસ કરીને નાના બાળકો માટે એકદમ કારગર છે.
👉માસિક ધર્મ દરમિયાન દુ:ખાવો થતો હોય તો અડધો ગ્રામ સેકેલી હીંગ ત્રણ દિવસ સુધી સવારે પાણી સાથે લો. દુ:ખાવો દૂર થઈ જશે. આ પ્રયોગ માસિક ધર્મ શરૂ થાય તે દિવસથી કરો
રોજ દાળ અને શાકમાં હિંગનો વધાર કરવાથી પેટ સંબંધી બીમારીઓ ઠીક થઈ જાય છે
👉શરદીમાં પણ ખૂબ કારગર છે હીંગનો ઉપયોગ. 1-1 ગ્રામ માત્રામાં હીંગ, સૂંઠ અને મુલેઠીને ઝીણી વાટી લો. હવે તેમા ગોળ કે મઘ મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી લો. 1-1 ગોળી સવાર સાંજ ચૂસો. શરદી ગાયબ થશે.
નોંધ:અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
0 Comments