વધારે પડતાં પરસેવાને રોકવાના કેટલાક આયુર્વેદિક ઉપાયો..

  • શરદીમાં પણ ખૂબ કારગર છે હીંગનો ઉપયોગ. 1-1 ગ્રામ માત્રામાં હીંગ, સૂંઠ અને મુલેઠીને ઝીણી વાટી લો. હવે તેમા ગોળ કે મઘ મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી લો. 1-1 ગોળી સવાર સાંજ ચૂસો. શરદી ગાયબ થશે.
  • ધાણા-વરીયાળી સરખાભાગે ભેળવી બનાવેલ ૩ ગ્રામ ચૂર્ણ ૧ ગ્લાસ પાણીમાં રાતભર પલાળી રાખેલું પાણી સવારે ખાલી પેટે પીવું..

  • ઊંડા શ્વાચ્છોશ્વાસ, સ્વીમિંગ, જીમીંગ, યોગાસન, ડાન્સ, મ્યુઝિક જેવી શારીરિક-માનસિક આરોગ્ય સુધારે તેવી ઈતર પ્રવૃત્તિ કરવી. સમયાભાવ અને અન્ય કારણોની આડમાં જીવનની જીવંતતા માટે જરૂરી પ્રવૃત્તિ ટાળવી નહી. આ બધી પ્રવૃત્તિની સીધી સારી અસર નાડીતંત્રની સ્વસ્થતા પર પણ થાય છે..

  • અઠવાડિયામાં ૧ કે ૨ વખત ચંદનબલાલાક્ષાદિ તેલનું માલિશ કરવું. ઉબટન માટે લોધ્ર, સૂકા લીમડાના પાન, જાંબુ-આંબાનાં સૂકા પાન, કપૂર કાચલીનું ચૂર્ણ, હળદર-દારૂહળદરનું ચૂર્ણ સરખાભાગે ભેળવી, ગુલાબજળમાં લેપ બનાવી ચામડી પર અવળી દિશામાં હલકા હાથે ઘસવું. ત્યારબાદ ન્હાવું..

  • તાજા લીલા શાકભાજી, ખીરા કાકડી-અન્ય સલાડ, પાતળી મોળી છાશ, ઓછા મરચાં-મસાલા નાંખેલી વાનગીઓનો ખોરાકમાં ઉપયોગ કરવોકરવો

  • વધુ પરસેવાના કારણરૂપ વધુ પડતા નર્વસ્ટીમ્યુલેશનને ટાળવા ન છુટકે Thoracic Sympathectomy સર્જરી દ્વારા નાડીના સંકેત રોકવામાં આવે છે. આવી નછૂટકે કરાતી સર્જરી પાછળ રહેલી ઉપયોગિતાને સમજીને નાડીને અનિયમિત ઉત્તેજન આપતા ચિંતા, શોક, ક્રોધ, ઈર્ષ્યા, સ્પર્ધા જેવા ભાવ વિશે સભાનતા અને સંતુલન આપે તેવી ઈતર પ્રવૃત્તિ ભલે ધીરે પરંતુ સારુ પરિણામ આપી શકે છે.


    • જમ્યા બાદ ૧ મોટી ચમચી અભયારિષ્ટ પાણી સાથે ભેળવી લઇ શકાય..
    • આ ઉપરાંત વરૂણાદિક્વાથ, ઉશિર, હરડે, અરડૂસી, બ્રાહ્મી, શંખપુષ્પી, તગર જેવા અનેક વાનસ્પતિક ઔષધોનો આવશ્યકતાનુસાર પ્રયોગ કરી શકાય



નોંધ:અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

0 Comments